About Vanaat katha ( વણાટ કથા )
Vanaatkatha is a combination of two Gujarati words.
વણાટ (Vanaat) = "Weaving"
કથા (katha) =" Story" or tale
વણાટ કથા The weaving story.
વણાટ કથા (Vanaat Katha) is a captivating journey through the lanes of history, where every fabric is a testament to the region's rich cultural legacy. It's a symphony of colors, textures, and patterns, manufactured with precision and care.
In (Vanaat Katha) every piece of fabric is a work of art, a reflection of the beauty and diversity of Gujarat's cultural heritage. It's a story of tradition, innovation, and creativity. Get ready to be amazed.
Jariwala's co- sister's "Weaving a new chapter in the family textile Legacy"
Subtitle = "Five sisters by choice, armed with diverse skills and a shared passion, carry forward the family textile heritage from Surat, Gujarat."
In the heart of Surat Gujarat, a family textile legacy is flourishing with a new generation of entrepreneurs. The Co-Sisters Roshni, Khyati, Sneha, Aarohi, Zeel are weaving a new chapter in their family textile business.
"Jariwala", the surname, explains it all. It's a nod to our ancestral occupation in the textile industry.
Meet the sister's:-
Roshni Jariwala
Roshni captures the essence of their textile through the lense of her photography.
Khyati Jariwala
Skilled in crocheting unique pieces, Khyati blends tradition with craft and Modernity.
Sneha Jariwala
A passion for painting, Sneha adds vibrant colors and artistic flair to their designs.
Aarohi Jariwala
Trained as an Interior Designer, Aarohi brings her expertise in spatial design and aesthetics to the textile industry.
Zeel Jariwala
Zeel's creativity and keen sense of style, offers a collection that blends tradition with contemporary trends.
Together, we are weaving a new chapter in our family's textile legacy, blending heritage with creativity and innovation.
Explore our website to see how the story unfolds and experience the beauty of our textiles.
Share information about our brand with your loved ones ❤️
સદીપુરાણું...." જરી" પુરાણું
સુરતનું વૈશ્વિક
અણનમ નજરાણું
એટલે
વણાટ અને તેની દિલચશ્પ દાસ્તાન
વણાટ કથા
વણાટ કથા એ બે સુંદર શબ્દોનું સંયોજન
છે. વણાટ એટલેકે કપડાનાં નાના નાના તાંતણાંઓને કલાત્મક રીતે વણવાનું કાર્ય અને કથા
એટલે વાતા. વાર્તા એટલે તાંતણાઓને કલાત્મક રીતે, તેમાં આકર્ષક રંગોના મિશ્રણ કરીને
વણવામાં આવતા કપડાની જે આગવી ઓળખ છે એને દર્શાવતી અને એની ગાથા લોકો સુદી પહોંચાડતી વાતા. આમ આ આખાયે સાહસનું નામકરણ થયું છે વણાટ કથા.
આપણા ભારત દેશમાં વસેલા ગુજરાતનું એક ખાસ શહેર, જે સૂર્યનગરી તાપીના કિનારે વસેલું છે જેનું નામ છે સુરત - સોનાની મુરત અને તેમાં વસતા સુરતી લાલાઓ અને લાલીઓ જેઓ પોતાના સુરતી જમણ વિશે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, ત્યાં વસતા જરીવાલા પરિવારનો પેઢી દર પેઢીથી ચાલતો આવેલો જરીના કાપડ ઉધોગનો વારસો અને પરંપરાને જાળવી રાખવાના હેતુસર એક નવું સાહસ એટલે વણાટ કથા, જે ખુદમાં એક ઈતિહાસના સમયથી ચાલતી આવેલી સોહામણી સફર છે, જેમાં દરેક કાપડ એ અહીંની સંસ્કૃતિની આગવી ઓળખ સમાન સાબિતી છે અને જે ચીવ્વટાઈ અને કાળજીપૂવર્ક, રંગોના સુંદર મિશ્રણ, ટેક્ષચર અને વિવિધ ભાત (ડીઝાઈન) ની અનોખી સંવેદિતા છે.
વણાટ કથા હેઠળ વણાયેલું નાનામાં
નાનું કપડું એ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને સુંદરતાને ઉજાગર કરતી ધરોહર છે. પરંપરા, નવીનતા અને સર્જનાત્મકતા એ વણાટ કથાના મૂળ ત્રણ પાયા છે. ચાલો, વણાટ કથાની એક અદ્ભુત સફરની શરૂઆતમાં જોડાવા માટે તૈયાર થાઓ (રહો) !!!
અલગ અલગ આવડતોના મણકા જયારે એક માળામાં પરોવાઈને, એ માળાના આકર્ષણમાં ચાર ચાંદ લગાવે ત્યારે ભરપુર માત્રામાં આકર્ષણ
જન્મ લે છે. તો આવો, સાથે મળીને કરીએ જરીવાલા પરિવારના ટેક્ષટાઈલ ઉધોગના જરીવાલા કો સીસ્ટર્સ દ્વારા આરંભાયેલા વણાટ કથાના પહેલા અધ્યાયની શરૂઆત.
જરીવાલા - આ નામ જ પોતાનામાં એક અનુભવો અને વાસ્તવિકતાનું પ્રતિક સમુ છે, જે જરીવાલા પરિવારના આગલી પેઢીના પૂર્વજો દ્ધારા ટેક્ષટાઈલ ઉધાોગની અમુલ્ય ભેટ છે. આવો આપણે વણાટ કથાની કો સીસ્ટર્સને મળીએ.
રોશની જરીવાલા
વણાયેલા કપડાનાં તાતણાંઓના રંગ
અને ટેક્ષચરને યોગ્ય પ્રકાશ પુરો પાડીને, અનોખી રીતે ફોટોગ્રાફના માદયમથી સ્ક્રીન પર રજુ કરી વણાટ કથાના દરેક કાપડને રોશન કરે છે એ રોશની.
ખ્યાતિ જરીવાલા
હસ્તકળા અંતગર્ત કયા રંગના કપડા
સાથે કયો રંગ અને કેવું ટેક્ષચર આકર્ષણ જમાવશે,એની સંપૂર્ણ સુઝભ્રુઝને હરહંમેશ ઝંખે
છે એવી ખ્યાતિ.
સ્નેહા જરીવાલા
ચિત્રો અને રંગોને પોતાનું જુનુન
માનતી, સ્નેહથી દરેક કપડાને કળાત્મક રીતૈ સીંચે છે એ સ્નેહા.
આરોહી જરીવાલા
કાપડના રંગો અને ડીઝાઈનની સુંદરતાના
સૂરોને કુનેહપૂર્વક લોકોના હદયના દરેક ખૂણા સુધી પહોંચાડતી ઈન્ટીરીયર ડીઝાઈનર એવી પરિવારની તનયા આરોહી.
ઝીલ જરીવાલા
પારંપરિક વસ્ત્રોને વર્તમાન સમયની
વિચારધારામાં ઝબોળીને તેમજ વણાટકથાના વિધ વિધ કાપડોનાં સમુદ્રમાં ડુબકી લગાવીને તેને
એક અલાયદી શૈલીથી રજુ કરતી ઝીલ.
સુરત, ગુજરાતના હાર્દ સમા પારિવારીક
ટેક્ષટાઈલ ઉધોગને જયારે કુટુંબની નવી પેઢીઓની દીકરીઓ રોશની, ખ્યાતિ, સ્નેહા, આરોહી અને ઝીલ એકરૂપ થઈને, જુનુન અને વૈવિદયસભરતાથી આગળ ઘપાવવાનું સાહસ કરે જે આજના મોર્ડન જમાના સામે બરાબરની ટકકર આપે એટલું સક્ષમ હોય એટલે જરીવાલા કો સીસ્ટર્સની વણાટ કથા.
પરિવારની જુની પણ પ્રચલિત સંપત્તિ
સ્વરૂપ ધ્રોહરને નવા યુગના લોકો સમક્ષ સંસ્કૃતિ અને સ્ટાઈલ- એમ બંનેને પ્રાધન્ય આપીને વણાટ કથાની શુભ શરૂઆત.